
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sunita Agarwal YouTube channel on YouTube આજે આપણે કાંજી વડા બનાવવાની રીત – કાનજી વડા બનાવવાની રીત kanji vada recipe in gujarati – kanji vada banavani rit gujarati ma શીખીશું. કાંજી વડા વધારે પડતાં હોળી પ્ર બનાવવામાં આવે છે ને ગરમી ની સિજન માં ખુબ ઠંડક આપતું ને પાચન કારક વાનગી છે કાંજી વડા બનાવવા નીચે મુજબ સામગ્રી જોઈશે.
કાંજી બનાવવા માટેની સામગ્રી | kanji vada ingredients
- પીળી રાઈ 2 ચમચી /કાળી રાઈ 2 ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- મરી ½ ચમચી
- શેકેલા જીરું પાઉડર 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- સરસિયું તેલ 1 ચમચી
- પાણી 2 લીટર
કાંજી વડા ના વડા બનાવવા માટેની સામગ્રી
- ફોતરા વગર ની મગ દાળ 1 કપ
- અડદ દાળ ½ કપ
- લીલા મરચા 2-3
- આદુનો ટુકડો 1 નાનો
- લીલા દાણા સુધારેલ 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- હિંગ ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
kanji vada recipe in gujarati | kanji vada banavani rit gujarati ma
કાંજી બનાવવાની રીત | kanji banavani rit | કાનજી બનાવવાની રીત
સૌ પ્રથમ મિક્સર જારમાં રાઈ લ્યો (રાઈ તમે પીળી કે કાળી ગમે તે વાપરી શકો છો( જો પીળી વાપરશો તો રંગ પીળો આવશે અને જો કાળી વાપરશો તો રંગ થોડો ડાર્ક લાગશે) એમાં સંચળ, સ્વાદ મીઠું, મરી, હિંગ, શેકેલા જીરું નો પાવડર, લાલ મરચાનો પાઉડર ને પા ચમચી હળદર નાખી ને દર્દરું પીસી ને કાંજી નો મસાલો તૈયાર કરી લ્યો
હવે એક સ્ટીલ ની મોટી તપેલી લ્યો એમાં બે લિટર પાણી નાખો હવે પાણી માં પીસેલો કાંજી મસાલો નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં સરસિયું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે દિવસ એક બાજુ મૂકી દયો (કાંજી ને આથો આપવા ઓછામાં ઓછો બે દિવસ લાગે છે ને તમારા પાસે સમય હોય તો ત્રણ દિવસ પણ મૂકી શકો છો ને બે દિવસ મૂકો એ દરમિયાન દિવસ માં બે ત્રણ વાર ચમચા થી હલાવતા રહેવું)
બે દિવસ પછી તૈયાર કાંજી ને ફ્રીઝ માં ત્રણ ચાર કલાક મૂકી ઠંડી થવા મૂકો
કાંજી વડા ના વડા બનાવવાની રીત
સૌ પ્રથમ બને દાળ ને સાફ કરી લ્યો હવે એક તપેલી માં મગ દાળ ને અડદ દાળ લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલળવા મૂકો
દાળ બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી નાખો ને નીતરેલી દાળ ને મિક્સર જારમાં નાખો સાથે એમાં લીલા મરચા ને આદુ નો ટુકડો નાખી પીસો ને પીસવા માં જરૂર લાગે તો ચાર પાંચ ચમચી પાણી નાખી પીસી સમૂથ પેસ્ટ કરી લ્યો
હવે એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને પા ચમચી હિંગ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી વડા માટે નું જે મિશ્રણ છે એમાં લીલા ધાણા સુધારેલા નાખી પાંચ સાત મિનિટ સુધી ગમેતે એક બાજુ હલવા રહો
તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં જે સાઇઝ ના વડા બનાવવા હોય એ સાઇઝ ની ચમચી કે હાથ વડે વડાનું મિશ્રણ નાખતા જાઓ
વડાને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને વડા તરી લીધા બાદ તેલ માંથી કાઢી સીધા આપણે જે મીઠા હિંગ નું પાણી બનાવેલ એમાં નાખતા જાઓ
પાણી માં વડાને ઓછામાં ઓછાં અડધા કલાક થી એક કલાક સુધી પલાળી રાખો ત્યાર બાદ હથેળી વડે વડા ને સેજ દબાવી ને પાણી નિતારી લ્યો ને નીતરેલ વડા ને ઠંડી કાંજી માં નાખી દયો
કાંજી વડા ને સર્વીંગ પ્લેટ માં મૂકી ઉપર થી ફુદીના ના પાન નાખી ઠંડા ઠંડા સર્વ કરો કાંજી વડા
કાનજી વડા બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sunita Agarwal ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ફુદીનાનું શરબત બનાવવાની રીત | fudina nu sharbat banavani rit gujarati ma | fudina sharbat recipe in gujarati
ખમણ ઢોકળા બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit
નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit
દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati
ડુંગળીના ભજીયા બનાવવાની રીત | Dungri na bhajiya banavani rit
આદુ લસણની પેસ્ટ બનાવવાની રીત | aadu lasan ni paste banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે
बटाटा वडा की रेसिपी • BATATA VADA original recipe | Vada pav
Vada Pav is one of Mumbai’s most famous foods. But it’s not only Maharashtra’s famous food it’s India’s favorite street food. This popular Batata Vada street food is loved by one and all. Here I’m showcasing the Batata vada’s authentic recipe.
Để lại một phản hồi